દશેરા
પ્રાચીન હિંદુ તહેવાર
દશેરા ભારતમાં ઉજવાતો એક હિંદુ તહેવાર છે, જે નવરાત્રી પુરી થયા બાદ આવે છે. ગુજરાતી પંચાંગ મુજબ આસો માસની સુદ દસમને દિવસે આવે છે. લંકાનાં રાજા રાવણ ઉપર ભગવાન રામચંદ્ર એ મેળવેલાં વિજયનાં માનમાં આ તહેવાર ઉજવવામાં આવે છે, માટે તેનું બીજું નામ વિજયા દશમી પણ છે.
🚩દશેરાના તહેવારના દિવસે ભારતના વિવિધ ભાગોમાં જુદી-જુદી ઉજવણી થાય છે.
🚩ભારતના દક્ષિણ, પૂર્વીય અને ઉત્તરપૂર્વીય રાજ્યોમાં વિજ્યાદશમી દુર્ગા પૂજાનો અંત દર્શાવે છે, જે રાક્ષસ મહિષાસુર પર દેવી દુર્ગાના વિજયનો ઉત્સવ છે.
🚩ઉત્તરીય અને પશ્ચિમી રાજ્યોમાં, આ તહેવારને દશેરા કહેવામાં આવે છે. આ પ્રદેશોમાં, તે "રામલીલા" ના અંતને દર્શાવે છે અને રાવણ પર ભગવાન રામની જીતને યાદ કરે છે.




ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો