જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન , વડોદરા
જિલ્લા કક્ષાનો ઓનલાઈન એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટીવલ - ૨૦૨૦-૨૧
INNOVATION WRITE - UP FORMAT FOR BOOKLET
✒ નવતર પ્રયોગનું શીર્ષક :Teach through mobile,Learn by mobile
✒ નામ : ચૌધરી મહેશ નારાયણદાસ
✒ શાળાનું નામ :સેગુવાડા પ્રાથમિક શાળા
✒ સરનામું :
ગામ: સેગુવાડા,
પોસ્ટ:પલાસવાડા
✒ તાલુકો : ડભોઇ
✒ જિલ્લો : વડોદરા
✒ કોન્ટેક્ટ નં . 94 277 84 187
✒ ઈ - મેઈલ :mahesh27681@gmail.com
✒મદદનીશ શિક્ષક: શ્રીમતી જયશ્રી મહેશ ચૌધરી
✒ શૈક્ષણિક સમસ્યા તેને લગતી આંકડાકીય અને વિસ્તૃત માહિતી પણ લખવી ):
Covid-19 અંતર્ગત lockdown માં વિદ્યાર્થીઓને ભણવામાં મુશ્કેલી પડતી હતી વિદ્યાર્થીઓ અન્ય વિષયો તો ભણી લેતાં હતા પરંતુ ગણિત વિષયમાં વોટ્સએપના માધ્યમથી ભણવામાં મુશ્કેલી પડતી હતી આ પરિસ્થિતિ દરમિયાન ગણિત શિક્ષક અને હું lockdown ના કારણે સાથે મળી શકે તેમ નહોતા.
ધોરણ. નવતર પહેલાંની નવતર પછીની
સ્થિતિ. સ્થિતિ
3 5 7
4 9 12
5 7 11
6 3 7
7 7 11
8 8 12
✒ આ નવતર પ્રયોગ ક્યાં લક્ષ્યજૂથને ધ્યાનમાં રાખી કરવામાં આવ્યો હતો ?
ધોરણ:૩ થી 8નાં વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો
✒ વિભાગ :
Use of Technology ટેકનોલોજીનો ઉપયોગ
Mathematics - ગણિત
social science - સામાજિક વિજ્ઞાન
✒ નવતર પ્રયોગનાં પહેલા અને પછીની પરિસ્થિતિનું આંકડાકીય અને વિસ્તૃત વર્ણન :
આ innovation પહેલા જે વિદ્યાર્થીઓ,અમુક કારણોસર, વર્ચ્યુઅલ ક્લાસરૂમ માં ભાગ લઈ શકતા નહોતા તેઓ youtube ના વિડીયો દ્વારા કે બ્લોગની માહિતી દ્વારા પોતાને અનુકૂળ સમયે ગણિત વિષયનું તેમજ અન્ય મુદ્દાઓ નુ શિક્ષણ લઈ શકે છે.
✒ પરિણામો : ( આંકડાકીય અને વિસ્તૃત વર્ણન જેમાં કોષ્ટક , આલેખ વગેરે નો ઉપયોગ ઇચ્છનીય છે.
![]() |
| નવતર પ્રયોગ પહેલા અને પછીની પરિસ્થિતિ |
✒ નવતર પ્રયોગનું વર્ણન ( સંપૂર્ણ પ્રક્રિયાનું મુદ્દાવાર વર્ણન:
🎥 Youtube Channel(વિદ્યાર્થીઓ માટે)
મારા પત્ની શ્રીમતી જય શ્રી મહેશ ચૌધરી કેજે ખાનગી શાળામાં ગણિત વિષયના શિક્ષક છે તેઓ તેમના વિદ્યાર્થીઓને ઓનલાઇન ગણિત ભણાવતા હતા તેમની મદદથી મેં સ્ક્રીન રેકોર્ડર દ્વારા વિડિયો રેકોર્ડિંગ કરી એડિટ કરી અને મારી youtube ચેનલ કે જેમણે અગાઉ બનાવેલ હતી તેની પર મૂક્યા અને તેની લીંક મેં whatsapp તથા facebookપેેેજ પર અપલોડ કરી જેથી વિદ્યાર્થીઓ પોતાના અનુકૂળ સમયે તે વીડિયો જોઈ શકે
ત્યારબાદ વિદ્યાર્થીઓને શિક્ષણ ઉપરાંત પ્રોત્સાહન આપવા તેમણે શાળામાં કરેલ વિવિધ પ્રવૃત્તિઓના વિડીયો અપલોડ કર્યા તેમજ વાર-તહેવાર અને અન્ય તિથિઓ ને લગતા પણ વિડીયો અપલોડ કર્યા
💻 બ્લોગ(વિદ્યાર્થીઓ માટે)
- ત્યારબાદ વિદ્યાર્થીઓને ગણિત ના વિડીયો અંગેની માહિતી આપવા ગુજરાતી બ્લોગ લખવાની શરૂઆત કરી જેમાં ગણિત ઉપરાંત અન્ય મુદ્દા જેમકે ગરબા વિશે ની માહિતી, COVID-19ની બીક દૂર કરવા પ્રેરણાત્મક વાર્તા,ટીચર્સ ડે નિમિત્તે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન વિશે માહિતી, નવરાત્રી અંગેની માહિતી, ચાલવાના ફાયદા (સ્વાસ્થ્ય) વગેરે પોસ્ટ ગુજરાતીમાં લખી જેની લીંક મેં whatsapp, facebook page પર સેન્ડ કરી જેમાં મેં અત્યાર સુધી લગભગ ૯૦ જેટલી પોસ્ટ લખેલ છે
💻 બ્લોગ(શિક્ષકો માટે)
ત્યારબાદ નિષ્ઠા તાલીમ આવી કે જેમા હુ માસ્ટર ટ્રેનર્સ હતો તેથી અમારા ડભોઇ તાલુકામાં કુંઢેલા અને ભીલાપુર ક્લસ્ટર ના શિક્ષકોને માર્ગદર્શન આપવાનું કાર્ય સોંપવામાં આવ્યું જેથી શિક્ષકો માટે મેં અન્ય બ્લોગ બનાવ્યો જેમાં દરેક મો મોડ્યુલની ઇંગલિશ, હિન્દી અને ગુજરાતી પીડીએફ મૂકી જેમાં મને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો શિક્ષકો માટેના આ બ્લોગમાં મેં અત્યાર સુધી ૪૦+ પોસ્ટ લખેલ છે જેમાં ટેકનોલોજી COVID-19,inspireએવોર્ડ, ખેલો ઇન્ડિયા , વોટર કાર્ડ અંગેની માહિતી આપવામાં આવી છે.
💱 Google Local guide(સા.વિજ્ઞાન શિક્ષક તરીકે)
શિક્ષક હોવાને નાતે ભૌગોલિક પરિસ્થિતિ ની માહિતી માટે અને વિવિધ ગામ તાલુકાના જિલ્લાના નકશા પ્રેક્ટીકલી સમજાવવા માટે હું ગૂગલના local guide તરીકે શાળાઓ ના ફોટા અને રીવ્યુ અપલોડ કરું છું તેમજ મારી શાળાના ગામ વિશેની માહિતી અને ફોટા પણ મે ગુગલ મેપ પર અપલોડ કર્યા છે જેથી બાળકો નકશા તેમ જ ગામ વિશેની માહિતી જાણી શકે અને જેને જાણીને બાળકોને ખૂબ આનંદ થયો હતો મારા આ પ્રયત્નો ની નોંધ Google એ પણ લીધેલ છે. જેની તેમણે E-mail દ્વારા શુભેચ્છા પાઠવેલ છે.
✒ ફોટોગ્રાફ્સ / વિડીઓ / પીડીએફ
![]() |
| Youtube channel અને Blog |
![]() |
| ઈંનોવશનનાં વિભાગ |
![]() |
| બ્લોગ અંગે viewer નાં અભિપ્રાય |
![]() |
| Google નો મારા contribution અંગેનો Thanks Gmail |
![]() |
| My Google Local Guide Profile |






